સુપાબેઝ ફાયરબેઝ માટે એક ઓપન-સોર્સ વિકલ્પ છે. અમે એન્ટરપ્રાઇઝ-ગ્રેડ ઓપન સોર્સ ટૂલ્સનો ઉપયોગ કરીને ફાયરબેઝની સુવિધાઓ બનાવી રહ્યા છીએ.

સંપૂર્ણ દસ્તાવેજીકરણ માટે, મુલાકાત લો supabase.com/docs
અમે હાલમાં જાહેર બીટામાં છીએ. અગત્યના સુધારાઓ વિશે સૂચિત થવા માટે આ રીપોના "રિલિઝિસ" જુઓ.

સુપાબેઝ ઓપન સોર્સ ટૂલ્સનું સંયોજન છે. અમે એન્ટરપ્રાઇઝ-ગ્રેડ, ઓપન સોર્સ ઉત્પાદનોનો ઉપયોગ કરીને ફાયરબેઝની સુવિધાઓ બનાવી રહ્યા છીએ. જો સાધનો અને સમુદાયો અસ્તિત્વમાં હોય, MIT, અપાચે 2 અથવા સમકક્ષ ઓપન સોર્સ લાઇસેંસ સાથે, અમે તે ટૂલનો ઉપયોગ કરીશું અને તેને ટેકો આપીશું. જો સાધન અસ્તિત્વમાં ના હોય, તો અમે તેને જાતે બનાવીએ છીએ અને જાહેર કરીએ છીએ. સુપરબેઝ ફાયરબેઝનું 1-to-1 મેપિંગ નથી. અમારો હેતુ ડેવેલોપર્સને ઓપન સોર્સ ટૂલ્સનો ઉપયોગ કરીને ફાયરબેસ જેવો અનુભવ આપવાનો છે.
વર્તમાન સ્થાપત્ય
સુપાબેઝ એક હોસ્ટેડ પ્લેટફોર્મ છે. તમે સાઇન અપ કરી શકો છો અને કંઈપણ ઇન્સ્ટોલ કર્યા વગર સુપાબેઝનો ઉપયોગ શરૂ કરી શકો છો. અમે હજી પણ સ્થાનિક ડેવલપમેન્ટ અનુભવ બનાવી રહ્યા છીએ - પ્લેટફોર્મ સ્થિરતાની સાથે હવે આ અમારું મુખ્ય લક્ષ્ય છે.
અમારી ક્લાયંટ લાઇબ્રેરી મોડ્યુલર છે. દરેક સબ-લાઇબ્રેરી એ એક બાહ્ય સિસ્ટમ માટે એકલ અમલીકરણ છે. હાલના સાધનોને સમર્થન આપવાની અમારી આ એક રીત છે.
supabase-{lang}: લાઇબ્રેરીઝને જોડે છે અને સમૃધ્ધિ ઉમેરે છે.
| રીપો | ઓફિશ્યિલ | સમુદાય |
|---|---|---|
supabase-{lang} | JS | C# | Flutter | Python | Rust | Ruby | Go |
postgrest-{lang} | JS | C# | Dart | Python | Rust | Ruby | Go |
realtime-{lang} | JS | C# | Dart | Python | Rust | Ruby | Go |
gotrue-{lang} | JS | C# | Dart | Python | Rust | Ruby | Go |